MA in Gujarati Literature, Translation and Media
ગુજરાતી સાહિત્ય, અનુવાદ અને પ્રસારમાધ્યમમાં અનુસ્નાતક વર્ગ
આ અનુસ્નાતક કાર્યક્રમ શાસ્ત્રીય અને આધુનિક ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ, અનુવાદની ઉપયોગી કુશળતા અને મીડિયા (પ્રસારમાધ્યમ) વિશ્વને જોડે છે. આ અભ્યાસક્રમ થકી વિદ્યાર્થીઓ ગુજરાતી સાહિત્યની ઊંડી સમજ મેળવશે અને સાથે તેઓ સમકાલીન સંસ્કૃતિ અને સંદેશાવ્યવહારનાં નવા માધ્યમો સાથે કાર્ય કરવા સજ્જ થશે.
અભ્યાસક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ વિવિધ સાહિત્યિક ગ્રંથો અને લેખકોનો અભ્યાસ કરશે, સાહિત્યિક વિવેચન શીખશે અને અનુવાદના સિદ્ધાંતો અને વ્યવહારીક ઉપયોગની માવજત કેળવશે. સાથે જ તેઓ પ્રિન્ટ, ડિજિટલ અને ઑડિઓ-વિઝ્યુઅલ મીડિયામાં ગુજરાતી ભાષાની ભૂમિકા પણ સમજશે.
આ કાર્યક્રમ ખાસ કરીને ભવિષ્યના શિક્ષકો, લેખકો, અનુવાદકો, પત્રકારો અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ઉપયોગી છે. તે વિધાર્થીઓમાં સર્જનાત્મકતા, વિચારોની સ્પષ્ટતા અને સાંસ્કૃતિક સમજશક્તિ વિકસાવે છે, જે તેમને શિક્ષણ, પ્રકાશન અને મીડિયામાં કારકિર્દી માટે ઉપયોગી થશે.